સમાસ
સમાસ
→ સમાસ : સમ્ + આસ . જેમાં સમ્ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી.
→ પદોની વ્યવસ્થિત ગોઠવણી એટલે "સમાસ"
→ સમાસ એટલે સંક્ષેપ, સમાવવું કે સમાવેશ.
→ જયારે બે કે તેથી વધુ પદો જોડાઈને એક નવું પદ બને તેને સમાસ કહે છે.
→ સાર્થ જોડણી કોશ સમાસની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે : “બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ.
સમાસનાં લક્ષણો
સમાસમાં લખાણને ટૂંકાવવામાં આવે છે.
→ જેમ કે,
- રાજાનો દરબાર = રાજદરબાર
- માતા અને પિતા = માતાપિતા
સમાસમાં વપરાતા વિભિન્ન શબ્દો સાથે લખાય છે.
→ જેમ કે
- બજારભાવ
- વનમાળી
સમાસને પરિણામે સમસ્ત પદમાંથી એક જ અર્થ નીકળે છે. તેથી વાક્યના અન્ય પદોનો અન્વય મુખ્ય પદ સાથે હોય છે.
→ જેમ કે,
→ રાજમહેલમાં મુખ્ય પદ મહેલ છે. તેથી વાક્યના અન્ય પદો મહેલને અનુસરશે
કેટલાક સમાસમાં પદો વચ્ચે સંધિના નિયમ પ્રમાણે જોડાણ થાય છે.
→ જેમ કે,
- દેવોનું આલય = દેવાલય
- ઇશ્વરને આધીન = ઈશ્વરાધીન
સમાસના મુખ્ય પ્રકાર
→ સમાસ રચનામાં જે પદો ભેગાં થાય છે તેમા ત્રણ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. તેને આધારે સમાસના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે.
→ જે સમાસના બધાં પદો એક જ મોભાનાં હોય અને વાક્યમાં સમાન મહત્ત્વ ધરાવતાં હોય તેવા સમાસને સર્વપદપ્રધાન સમાસ કહે છે.
→ દા.ત. દ્વન્દ્વ એ સર્વપદપ્રધાન સમાસ છે. આ પ્રકારના સમાસમાં સમાસનું કેન્દ્ર સમાસની અંદર જ રહેલું છે.
→ જે સમાસનું એક પદ ગૌણ હોય અને બીજું પદ મુખ્ય હોય તેને એકપદ પ્રધાન સમાસ કહે છે.
→ કર્મધારય સમાસ
→ મધ્યમપદલોપી સમાસ
→ દ્વિગુ સમાસ
→ તત્પુરુષ સમાસ
→ અન્યપદપ્રધાન સમાસ
→ જે સમાસનાં બંને પદો ગૌણ હોય અને બંને પદો કોઈ બીજા બહારના પદ પર આધાર રાખતા હોય તો તેને અન્યપદપ્રધાન સમાસ કહે છે.
→ બહુવ્રીહિ સમાસ
→ ઉપપદ સમાસ
→ અવ્યયીભાવ સમાસ
સમાસનો વિગ્રહ
→ સામાસિક પદોને છૂટાં પાડીને સમજાવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે.
→ જેમ કે, રાજ દરબાર = રાજા નો દરબાર
ગુજરાતી સમાસોનું વર્ગીકરણ
→ ગુજરાતી સમાસોનું વર્ગીકરણ મોટે ભાગે સંસ્કૃત સમાસોના વર્ગીકરણને આધારે કરાયું છે.
→ જો કે સંસ્કૃત વિભક્તિવ્યવસ્થા અને ગુજરાતી વિભક્તિવ્યવસ્થામાં રહેલા કેટલાક ભેદોને લીધે સમાસના વિગ્રહમાં મુશ્કેલી સર્જાય છે.
→ ગુજરાતીમાં મુખ્ય સમાસના પ્રકારો નીચે પ્રમાણે છે
- દ્વન્દ્વ સમાસ
- તત્પુરુષ સમાસ
- મધ્યપદલોપી સમાસ
- ઉપપદ સમાસ
- કર્મધારય સમાસ
- દ્વિગુ સમાસ
- બહુવીહિ સમાસ
- અવ્યયીભાવ સમાસ
નોંધ : સમાસના પ્રકારો વિશે માહિતી મેળવવા માટે જે તે સમાસના નામ પર ક્લિક કરો.