તત્પુરુષ સમાસ | Tatpurush Samas

તત્પુરુષ સમાસ
તત્પુરુષ સમાસ

→ જે સમાસમાં એકપદ મુખ્ય હોય અને અન્ય પદ એની સાથે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય ત્યારે તત્પુરુષ સમાસ થયો કહેવાય.

→ જે સમાસમા પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલુ હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય.


→ તત્પુરુષ સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે.

→ તત્પુરુષ સમાસ એ એકપદપ્રધાન સમાસ છે.

→ તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ હોય છે અને ઉત્તરપદ મુખ્ય હોય છે.

→ તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ વાકયનાં અન્ય પદો સાથે અન્વિત થાય છે.

→ તત્પુરુષ સમાસમાં તેનો પુરુષ પોતે તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે.


તત્પુરુષ સમાસના પ્રકારો

  1. વિભક્તિના પ્રત્યય આધારિત
  2. એકદેશી તત્પુરુષ સમાસ
  3. પ્રાદિ તત્પુરુષ સમાસ
  4. નય તત્પુરુષ સમાસ
  5. અલુક તત્પુરુષ સમાસ
  6. ઉપપદ તત્પુરુષ સમાસ


વિભક્તિના પ્રત્યય આધારિત



→ દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી એમ તત્પુરુષ સમાસના પેટા પ્રકાર પડે છે.


કર્મ તત્પુરુષ સમાસ / દ્વિતીયા તત્પુરુષ સમાસ

→ કર્મ સંબંધવાળા અને “ને” પ્રત્યયથી વિગ્રહ પામતા અથવા પ્રત્યય વગર વિગ્રહ પામતા સમાસને કર્મ તત્પુરુષ સમાસ / દ્વિતીયા તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



લોભવશ – લોભને વશ ભાગ્યવશ – ભાગ્યને વશ
મારણશરણ – મરણને શરણ દેવાધીન – દેવને આધીન
પિતૃભક્ત – પિતૃનો ભક્ત મનગમતું – મનને ગમતું
આદરયોગ્ય- આદરને યોગ્ય રાજાશ્રિત – રાજાને આશ્રિત
દયાપાત્ર – દયાને પાત્ર



કરણ તત્પુરુષ સમાસ / તૃતીયા તત્પુરુષ સમાસ

→ જે સમાસનો વિગ્રહ થી, થકી, વડે થતો હોય તેને કરણ તત્પુરુષ સમાસ / તૃતીયા તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



આશાથી ભરેલું – આશાથી ભરેલું શોકગ્રસ્ત – શોક વડે ગ્રસ્ત
ચિંતાતુર – ચિંતા વડે આતુર શ્રીયુત – શ્રી વડે યુત
મંત્રમુગ્ધ – મંત્ર વડે મુગ્ધ ગુણસંપન્ન – ગુણ વડે સંપન્ન
રત્નજડિત – રત્ન વડે જડિત પ્રતિભાસંપન્ન – પ્રતિભા વડે સંપન્ન
ભાવવિભોર – ભાવથી વિભોર તર્કબદ્ધ – તર્ક વડે બદ્ધ
હસ્તલિખિત – હસ્ત વડે લિખિત હીરાજડિત – હીરાથી જડિત
પ્રેમાતુર – પ્રેમથી આતુર શોકાતુર – શોક વડે આતુર


સંપ્રદાન તત્પુરુષ સમાસ / ચતુર્થી તત્પુરુષ સમાસ

→ જે સમાસનો વિગ્રહ “માટે” પ્રત્યયો દ્વારા થાય તેને સંપ્રદાન તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



પ્રયોગશાળા – પ્રયોગ માટે શાળા શયનગૃહ – શયન માટે ગૃહ
કમરપટ્ટો – કમર માટે પટ્ટો યજ્ઞ કુંડ – યજ્ઞ માટે કુંડ
વરમાળા – વાર માટે માળા પ્રેમતરસ્યો – પ્રેમ માટે તરસ્યો
કન્યાશાળા – કન્યા માટે શાળા રસોઈઘર – રસોઈ માટે ઘર
દેવબલી – દેવો માટે બલી રાષ્ટ્રપ્રેમ – રાષ્ટ્ર માટેનો પ્રેમ



અપાદાન તત્પુરુષ સમાસ/ પંચમી તત્પુરુષ સમાસ

→ જે સમાસમાં સમાસનો વિગ્રહ “થી”. “માંથી”, “કરતાં” પ્રત્યયો કે અનુગો દ્વારા થાય તેને અપાદાન તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



ભયમુક્ત – ભયમાંથી મુક્તિ સ્વભાવજન્ય – સ્વભાવમાંથી જન્મેલું
વ્યસનમુક્ત – વ્યસનથી મુક્ત સ્વાર્થરહિત – સ્વાર્થથી રહિત
ઋણમુક્ત – ઋણમાંથી મુક્ત ધર્મભ્રષ્ટ – ધર્મમાંથી ભ્રષ્ટ
વિષભર્યું – વિષથી ભર્યું પ્રેમવશ – પ્રેમથી વશ



ષષ્ઠી તત્પુરુષ સમાસ/ સંબંધક તત્પુરુષ સમાસ



→ જે સમાસમાં સમાસનો વિગ્રહ “નું”, “ના”, “ની”, “નો” પ્રત્યયો દ્વારા થતો હોય તેને સંબંધક તત્પુરુષ સમાસ / ષષ્ઠી તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



વનમાળી – વનનો માળી ફૂલહાર – ફૂલોનો હાર
બાહુબળ – બાહુનું બળ હાથચાલાકી – હાથની ચાલાકી
દેશબંધુ – દેશનો બંધુ લગ્નગાળો – લગ્નનો ગાળો
ઇન્દ્રધનુ – ઇન્દ્રનું ધન રાજાજ્ઞા – રાજાની આજ્ઞા
ફૂલવાડી – ફૂલની વાડી ધર્મધજા – ધર્મની ધજા
મકાનભાડું – મકાનનું ભાડું હુકમનામું – હુકમનો પત્ર
આત્મકથા – પોતાની કથા યશગાથા – યશની ગાથા
નંદકુંવર – નંદનો કુવર બ્રહ્મનાદ – બ્રહ્મનો નાદ
પિત્રાજ્ઞા – પિતરુની આજ્ઞા જયભેદ – જીતનો ભેદ
જનહિત – લોકોનું હિત ગંગાજળ – ગંગાનું જળ


અધિકરણ તત્પુરુષ સમાસ / સપ્તમી તત્પુરુષ સમાસ

→ જે સમાસમાં સમાસનો વિગ્રહ “એ”, “માં”, “પર” પ્રત્યયો કે અનુગો દ્વારા થતો હોય તેને અધિકરણ તત્પુરુષ સમાસ / સપ્તમી તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



સંતશિરોમણી- સંતોમાં શિરોમણી નરોત્તમ – નરોમાં ઉત્તમ
વનભોજન – વનમાં ભોજન દાનવીર – દાનમાં વીર
વાણીશૂરો – વાણીમાં શૂરો સ્વર્ગવાસ – સ્વર્ગમાં વાસ
બાળવત્સલ – બાળ પ્રત્યે વત્સલ યુદ્ધવીર – યુદ્ધમાં વીર
વ્યવહારકુશળ – વ્યવહારમાં કુશળ પ્રભુનિષ્ઠા – પ્રભુમાં નિષ્ઠા


એકદેશી તત્પુરુષ સમાસ

→ જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદનો ભાગ સૂચવે તેને એકદેશી તત્પુરુષ સમાસ કહે છે.


→ એકદેશી તત્પુરુષ સમાસ હકીકતમાં સંબંધક તત્પુરુષ સમાસનો એક પ્રકાર છે.


ઉદાહરણ :



અધમણ – મણનો અડધો ભાગ સવાશેર – શેરનો સવા ભાગ
પાશેર – શેરનો પા ભાગ મધ્યાહન – અહન (દિવસ) નો મધ્ય ભાગ
પૂર્વહિન્દ – હિંદનો પૂર્વ ભાગ મધ્યરાત – રાત્રીનો મધ્ય ભાગ
પૂર્વકાય – કાયાનો પૂર્વ ભાગ મધ્યચોક – ચોકનો મધ્યભાગ


પ્રાદિ તત્પુરુષ સમાસ

→ પૂર્વપદના અર્થનો આધાર ઉત્તરપદ હોય છે, પણ પૂર્વપદ તરીકે તેમાં અતિ પ્ર, સત્, સુ, સ્, કુ, અદ્યમ્, પરા વગેરે ઉપસર્ગો આવેલા હોય છે.


ઉદાહરણ :



પ્રખ્યાત – વધારે ખ્યાત અતિવૃષ્ટિ – વધારે વૃષ્ટિ
કુસંગ – ખરાબ સંગ સુવિચાર – સારો વિચાર
પરાજય – ઊલટો જય કુટેવ – ખરાબ ટેવ
પ્રલય – વિશેષ લય (વિનાશ) પ્રતાપ – વિશેષ તાપ
દુર્ગંધ – ખરાબ ગંધ કુકર્મ – ખરાબ કર્મ


નય તત્પુરુષ સમાસ

→ જે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ નકારવાચક ઉપસર્ગ કે પ્રત્યયનું બનેલું હોય ટેન નય તત્પુરુષ સમાસ કહે છે.


→ અ, અન્, ન, ના, અણ, વખ જેવા નકારાત્મક ઉપસર્ગો આવેલા હોય છે.


ઉદાહરણ :



અજ્ઞાન – જ્ઞાન નહીં તે અણઆવડત – આવડત નહીં તે
નાલાયક – લાયક નહીં તે અણગમો – ગમે નહીં તે
અધર્મ – ધર્મ નહીં તે અરુચિ – રુચિ નહીં તે
અન્યાય – ન્યાય નહીં તે અનાદર – આદર નહીં તે
અસુખ – સુખ નહીં તે અણવિશ્વાસ – વિશ્વાસ નહીં તે
અકર્મ – કર્મ નહીં તે અવિનય – વિનય નહીં તે
અહિત – હિત નહીં તે અભેદ – ભેદ નહીં તે
અશ્રદ્ધા – શ્રદ્ધા નહીં તે


અલુક્ તત્પુરુષ સમાસ

→ મોટે ભાગે તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયોના લોપ થયો હોય છે. પરંતુ જે તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયનો લોપ થતો નથી તેવા સમાસને અલુક્ તત્પુરુષ સમાસ કહે છે.


→ પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલુ છે, પણ પૂર્વપદના વિભક્તિના પ્રત્યયનો લોપ થતો નથી તેને અલુક્ તત્પુરુષ સમાસ કહે છે.


ઉદાહરણ :



વિશ્વંભર – વિશ્વને ભરનાર ખેચર – ખે (આકાશ) માં ફરનાર
ઘોડેસવાર – ઘોડે (ઘોડા ઉપર) સવાર મનસિજ – મનમાં જન્મનાર
વાચસ્પતિ – વાચ (વાણી) નો પતિ યુધિષ્ઠિર – યુદ્ધમાં સ્થિર


ઉપપદ તત્પુરુષ સમાસ

→ ઉત્તરપદ ક્રિયાયપદ થી બનેલો શબ્દ છે.


ઉદાહરણ :



ગૃહસ્થ – ગૃહમાં રહેનાર આનંદજનક – આનંદ જન્માવનાર


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post