→ જે સમાસમાં પૂર્વપદ નામિક હોય અને ઉત્તરપદ ક્રિયસૂચક હોય તેને ઉપપદ સમાસ કહે છે.
ઉપપદ સમાસમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો
→ ઉપપદ સમાસનાં બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિનો સંબંધ હોય છે એટલે ઉપપદ સમાસ એક પ્રકારનો તત્પુરુસ સમાસ છે.
→ ઉપપદ સમાસનું પૂર્વ પદ સંજ્ઞા અને ઉત્તરપદ ક્રિયાસૂચક હોય છે.
→ ઉપપદ સમાસ એ અન્યપદ પ્રધાન સમાસ છે.
→ ઉપપદ સમાસ કર્તૃવાચક સંજ્ઞા તરીકે કામ કરે છે.
ઉદાહરણ
→ સમર્થનકાર – સમર્થન કરનાર
→ પંકજ – પઁક (કાદવ) માં જન્મનાર
→ નૌકાચાલક – નૌકા ચલાવનાર
→ પથદર્શક – પાઠ દર્શાવનાર
→ હરામખોર – હરામનું ખાનાર
→ તક સાધુ – તક સાધનાર
→ ધાડપાડુ – ધાડ પાડનાર
→ પાણીકળો – પાણી કળનાર
→ વહીવંચો – વહી (નોંધ) વાંચનાર
→ ભિખમંગો – ભીખ માંગનાર
→ ગળેપડું – ગળે પડનાર
→ પગરખું – પગ રાખનાર
>
→ અંગરખું – અંગ રાખનાર
→ ગુજરાતીમાં કેટલાક સંસ્કૃત સમસ પણ પ્રયોજાય છે. તેમાં ઉપપદ સમસનો પણ સમાવેશ થાય છે.
એટલે આ તત્સમ સમાસનું ઉત્તરપદ પણ સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય તે સ્વાભાવિક છે. આવા કેટલાક ક્રિયાવાચી નામનો પરિચય નીચેના કોઠામાં છે.