દ્વન્દ્વ સમાસની વ્યાખ્યા
સમાસનાં પદો સમાન વ્યાકરણીય મોભો ધરાવે છે.
જેમ કે,
- રાતદિવસ – રાત અને દિવસ (બંને સંજ્ઞા)
- ચારપાંચ – ચાર કે પાંચ (બંને વિશેષણ)
- મારુંતારું – મારું અથવા તમારું (બંને સર્વનામ)
- ઊઠવું બેસવું – ઊઠવું કે બેસવું (બંને ક્રિયાપદો)
દ્વન્દ્વ સમાસમાં બેથી વધુ પદો પણ આવી શકે છે.
જેમ કે
- તનમનધન – તન, મન કે ધન
- રામલક્ષ્મણજાનકી – રામ, લક્ષ્મણ અને જાનકી
દ્વન્દ્વ સમાસમાં પદો લિંગ ચિહ્નો, વચન, વિભકિત, કાળ વગેરેના પ્રત્યયો સાથે પણ આવી શકે છે
જેમ કે
- છોકરાંછૈયાં = છોકરાં છૈયાં વગેરે
- ખૂણેખાંચરે = ખૂણે ખાંચરે વગેરે
સમાસમાં જોડાતાં પદો સામાન્ય રીતે નીચેના ક્રમને અનુસરે છે.
જેમ કે,
- માતાપિતા, લક્ષ્મીનારાયવ્ર, સીતારામ, સાસુસસરા.
- ક્રમ ધરાવતાં નામોમાં મોટે ભાગે ક્રમનું અનુસરણ થાય છે.
દ્વન્દ્વ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ વગેરે શબ્દોથી થાય છે.
દ્વન્દ્વ સમાસ સર્વપદપ્રધાન સમાસ છે.
દ્વન્દ્વ સમાસના નીચે મુજબના પેટા પ્રકારો પડે છે.
- સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ
- વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ
- સમાહાર દ્વન્દ્વ સમાસ
સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ
સમુચ્ચય સમાસ અથવા ઈતરેતર દ્વન્દ્વ સમાસ
- ભાઈબહેન → ભાઈ અને બહેન
- દંપતી → પતિ અને પત્ની
- અહર્નિશ → અહ્ન (દિવસ) અને નિશા (રાત્રિ)
- આબોહવા → આબ (પાણી) અને હવા
- બાવીસ → બે અને વીસ
- ચાંદોસૂરજ → ચાંદો અને સૂરજ
વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ
- સારુંનરસું → સારું અથવા નરસું
- ઊંચનીચ → ઊંચું કે નીચું
- સુરાસુર → સુર કે અસુર
- ચારપાંચ → ચાર કે પાંચ
- આઠદશ → આઠ કે દશ
સમાહાર દ્વન્દ્વ સમાસ
- માનમોભો → માન, મોભો વગેરે
- કરવેરા → કર, વેરા વગેરે
- મેવામીઠાઈ → મેવા, મીઠાઈ વગેરે
Tags
સમાસ