ક્રિયાવિશેષણ | Kriyavisheshan

ક્રિયાવિશેષણ
ક્રિયાવિશેષણ

→ જે પદો (શબ્દો) ક્રિયાપદની સાથે આવિને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તે ક્રિયાવિશેષ્ણ કહે છે.

→ જેવી રીતે વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે તેવી રીતે ક્રિયાવિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે.

→ ક્રિયાવિશેષણ દ્વારા કેવા કેવા અર્થ સૂચવાય છે એના આધારે તેના પ્રકાર પડે છે, એના વિસ્તૃત પ્રકારો નીચે મુજબ છે.

ક્રિયાવિશેષણ ના પ્રકાર

  1. સ્થળવાચક ક્રિયાવિશેષણ
  2. કાળવાચક ક્રિયાવિશેષણ
  3. રીતિવાચક ક્રિયાવિશેષણ
  4. પરિમાણવાચક ક્રિયાવિશેષણ
  5. ક્રમવાચક ક્રિયાવિશેષણ
  6. નીશ્વયવાચક ક્રિયાવિશેષણ
  7. સ્વીકારવાચક ક્રિયાવિશેષણ
  8. નકારવાચક ક્રિયાવિશેષણ
  9. સંભાવનાવાચક ક્રિયાવિશેષણ
  10. સંખ્યાવાચક ક્રિયાવિશેષણ



સ્થળવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ સ્થળનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવે છે તેને સ્થળવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે.

→ સ્થળવાચક ક્રિયાવિશેષણ પદો : જ્યાં, ત્યાં , ક્યાં, અહીં, તહીં, એમ, સર્વત્ર, ઉપર, નીચે, ઊંચે, હેઠે, હેઠળ, આધે, છેટે, દૂર, પાસે , નજીક, લગોલગ, આગળ, પાછળ, ઉગમણા, આથમણા, વગેરે.....

ઉદાહરણ :

✓ અહીં આવ આપણે વાતો કરીએ.
✓ નીચે જાઓ, બાપુજી તમારી રાહ જુએ છે.
✓ ગાડી ત્યાં ઊભી છે.

કાળવાચક / સમયવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ સમયનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને સમયવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ કાળ વાચક/ સમયવાચક ક્રિયાવિશેષણ પદો: ત્યારે, ક્યારે, હમણાં, સદા, સર્વદા, નિત્ય, તુરત, હવે, હાલ, ઓણ, પોર, રોજ, અત્યારે, જયારે, અવારનવાર, વારંવાર, કદાપિ, નિરંતર, ઝટ, વગેરે.......

ઉદાહરણ :

✓ એ ક્યારે સૂએ છે?
✓ એ રોજ ઈશ્વરનું ધ્યાન ધરે છે.
✓ તે કચેરીમાં હમણાં આવ્યો.
✓ હંમેશા સત્ય બોલો.

રીતિવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ ક્રિયા થવાની રીતનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેને રીતિવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ આ ક્રિયાવિશેષણ ક્રિયા કેવી રીતે થઈ એટ્લે કે ક્રિયાની રીત દર્શાવે છે.

→ રીતિવાચક ક્રિયાવિશેષણ પદ : આમ, તેમ, કેમ, જેમ, તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ, માંડ, અડોઅડ, પડ્યો-પડ્યો, તરત, તરતોતરત વગેરે......

ઉદાહરણ :

✓ જલદી – જલદી તેઓ આવી ગયા.
✓ જાન વળાવી પાછો ફરતો દીવડો થરથર કંપે.

પરિમાણવાચક ક્રિયાવિશેષણ

→ જે પદો ક્રિયાનુ પ્રમાણ કે માપ દર્શાવે તેને પરિમાણવાચક ક્રિયાવિશેષણ કહેવામા આવે છે.

→ પરિમાણવાચક ક્રિયાવિશેષણ પદ : ખૂબ, જરા, જરાક, લગાર, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત, ઘણું, ઓછું, વગેરે.....

ઉદાહરણ :

✓ રાકેશને થોડું દુ:ખે છે.
✓ સાકેત ઘણું રડ્યો.
✓ અતિશય ગુસ્સો સારો નહિ.

ક્રમવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ ક્રમનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવે તેને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ ક્રમવાચક ક્રિયાવિશેષણ પદ : પૂર્વે, અગાઉ, પાછળ, અગાઉ, આગળ, પાછળ, પછી વગેરે....

ઉદાહરણ :

✓ રાકેશ પહેલો આવ્યો.
✓ તે આગળ આવ્યા.
✓ ચાર વર્ષ પછી અમે ભેગા થયા.

નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ નિશ્વયનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવે તેને નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ નિશ્વિયવાચક ક્રિયાવિશેષણ પદ : ખરેખર, જરૂર, અવશ્ય, વગેરે .......

ઉદાહરણ :

✓ ખરેખર, આ કામ આપણે જાતે કરવું જોઈએ.
✓ જરૂરથી આવજો.
✓ ગીતા આ ગીત ચોક્કસ ગાશે.

સ્વીકારવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ સ્વીકારનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને સ્વીકારવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ સ્વીકારવાચક ક્રિયાવિશેષણ પદ : ભલે, છો, હા, વારુ, સારું, વગેરે .......

ઉદાહરણ :

✓ તમે ભલે પધાર્યા.
✓ વારું! તમે કહેશો તેમ.
✓ ભલે, તમારું કામ થઈ જશે.


નકારવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ નકારાત્મકતાનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને નકારવાચક ક્રિયાવિશેષણ કહે છે.

→ નકારવાચક ક્રિયાવિશેષણ પદ : મા, ના, ન, વગેરે ......

ઉદાહરણ :

✓ તે જમવા ગયો નહિ.
✓ જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ અમને
✓ તમારા મનમાં ના ધારશો.

સંભાવનાવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ સંભાવનાનું સૂચન કરી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તે સંભાવનાવાચક ક્રિયાવિશેષણ કહેવામા આવે છે.

→ સંભાવનાવાચક ક્રિયાવિશેષણ પદ : કદાચ, કદાચિત, બનતા સુધી , શકે, રખે, જાણે, વગરે ......

ઉદાહરણ :

✓ જાણે કુદરતનો કોપ ઊતર્યો હોય એવું લાગે છે.
✓ તેઓ કદાચ આવતી કાલે મુંબઇ આવશે.

સંખ્યાવાચક ક્રિયાવિશેષણ

→ આ ક્રિયાવિશેષ્ણ ક્રિયાની સંખ્યા એટ્લે કે ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવે છે.

→ સંખ્યાવાચક ક્રિયાવિશેષણ પદ : વારંવાર, એકવાર, અનેક વાર, બહુ વાર

ઉદાહરણ :

✓ તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઊતરતું જ નથી.

✓ એક વાર મારી વાત સાંભળશો ખરા?


પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ ક્રિયાપદના અર્થમાં પ્રશ્નનું સૂચન કરી વિશેષતા બતાવે તે પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ કહેવાય.

→ પ્રશ્નાર્થવાચક ક્રિયાવિશેષણ પદ : કેમ , ક્યારે, ક્યાં, વગેરે....

ઉદાહરણ :

✓ તમે કેમ આવ્યા હતા?
✓ તમે ક્યાથી આવો છો?


અનુકરણવાચક ક્રિયાવિશેષણ

→ જે પદ ક્રિયાપદની અનુકરણ વાચકતાનો અર્થ સૂચવે તે અનુકરણવકહક ક્રિયાવિશેષણ કહેવાય.

→ અનુકરણવાચક ક્રિયાવિશેષ્ણ પદ : ફટાફટ, છમછમ , ચપોચપ, વગેરે ....

ઉદાહરણ :

✓ તેણે ચપોચપ જમી લીધું.
✓ તે ફટાફટ તૈયાર થઈ ગયો.


> હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ

→ જે પદો ક્રિયાપદનો હેતુ કે કારણ દર્શાવે તે પદો હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.

→ હેતુદર્શક કે કારણદર્શક ક્રિયાવિશેષણ પદ : કેમ, શા માટે, વગેરે

ઉદાહરણ :
✓ ત્યાં જમવા માટે જવાનું છે.
✓ તું મારી મજાક ઉડાવવા આવ્યો છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post