નિપાત | Nipat

નિપાત
નિપાત

→ નિપાત એટલે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ કે ક્રિયાવિશેષણ સાથે આવતા ભાર, આગ્રહ, મર્યાદા, વિનંતી, સૂચવતાં પદો.


નિપાતના પ્રકાર

  1. ભારવાચક નિપાત
  2. સીમાવાચક નિપાત
  3. વિનયવાચક નિપાત
  4. પ્રકિર્ણ કે લટકણીયાંરૂપ નિપાત



ભારવાચક નિપાત

જ, તો, ય, પણ, સુદ્ધાં વગેરે જેવા શબ્દો વાકયમાં ભાર દર્શવનાર અર્થમાં પ્રયોજાય છે. આથી તેને “ભારવાચક નિપાત” કહે છે.

ઉદાહરણ
  1. તમે આ લખી શકશો.
  2. અમે તો ઘરેણાં સાચવી રાખ્યાં છે.
  3. નર્મદા તો બસ નર્મદા છે.
  4. રમેશ તો આવશે જ.
  5. સ્વર્ગમાં આંસુ હોતા જ નથી
  6. મીતા’ય રમશે
  7. તમેય આવજો, મજા આવશે.
  8. વિજય પણ ગાશે
  9. મેં કહ્યું પણ તમે ન સાંભળ્યું.
  10. સમજદાર સુદ્ધાં ભૂલ કરતાં હોય છે.
  11. ભણેલાં – ગણેલાં સુદ્ધાં આવી ભૂલ કરે છે.

સીમાવાચક નિપાત

→ જે પદ દ્વારા વાક્યમાં સીમા અથવા મર્યાદાનો અર્થ અભિવ્યક્તિ થતો હોય ત્યારે સીમાવાચક નિપાત કહેવાય છે.

→ સીમામર્યાદાનો અર્થ અભિવ્યક્તિ કરતો હોવાથી સીમાવાચક નિપાત કહેવાય છે.

→ ફક્ત, તદ્દન, માત્ર, કેવળ, સાવ, છેક વગેરે જેવા શબ્દો સીમાનો અર્થ સૂચવે છે.

ઉદાહરણ
  1. મહેશને તૈયાર થતાં ફક્ત પાંચ મિનિટ લાગે છે.
  2. આવું ટી.વી. ગામમાં ફક્ત બે જણને ત્યાં છે.
  3. ફક્ત 5 મિનિટ મને આપો.
  4. છેક આવું થશે એવી મારી ધારણા નહોતી.
  5. તે સાવ નકામો છે.
  6. સમારંભમાં તે સાવ એકલો પડી ગયો હતો.
  7. તદ્દન સામાન્ય બાબત છે.
  8. તદ્દન વ્યાજબી ભાવમાં લીધું.
  9. કેવળ નિરાશ થવાની વાત છે.
  10. કેવળ તમારા માન ખાતર હું આવીશ.

વિનયવાચક નિપાત

→ વિવેક,આદર, માન, દરજ્જો, મોભો. વિનય વગેરેનો અર્થ દર્શાવવા માટે “જી” જેવા વિનયવાચક નિપાત નો ઉપયોગ થાય છે.

→ ઉદાહરણ

  1. બાપુજી પહેલાથી રૂઢિચુસ્ત હતાં.
  2. લાલાજી મને થોડા પૈસા આપો.
  3. વ્હાલાજીના મગળ ગાઈએ.
  4. ગુરૂજીના દર્શન કર્યા?
  5. સરજી તમે જમી લો, હું પછી જમીશ.
  6. ગુરૂજીને મારા પ્રણામ
  7. સરજી, તમે કહ્યું એટલે અમે ત્યાં ગયાં.

પ્રકિર્ણ કે લટકણીયાંરૂપ નિપાત

→ વાક્યના અંતે વિનંતી, આગ્રહ, અથવા અનુમતિ/પરવાનગીના અર્થમાં તો ક્યારેક લટકણીયાંરૂપે પ્રયોજાયા ત્યારે તેને લટકણીયાંરૂપ નિપાત તરીકે ઓળખવામાં આવે છે.

કે, તો, શું, ને, કે, એમ , ખરાં, ખરુંને અથવા ખરું વગેરે લટકણીયાંરૂપ નિપાત છે.

→ લટકણીયાંરૂપ નિપાતનો ઉપયોગ મોટે ભાગે વાકયના અંતે થતો હોય છે.

→ ઉદાહરણ

  1. મને એનું ઘર બતાવ તો.
  2. મને તમારા ચશ્મા આપશો કે?
  3. થોડીક ચા લેશો કે?
  4. નરેન્દ્ર તો મારૂ વાત માનશે ને?
  5. મને એમ કે તમે નહીં આવી શકો?
  6. લક્ષ્મીબેન તેમ પાવાગઢ જય આવ્યા, ખરું ને?
  7. હું ત્યાં ના જાઉં એમાં તમારું શું?
  8. તમે બસમાં આવશો કે?
  9. તે જમશે ખરો?
  10. થોડી કોફી લેશો કે ?
  11. તમે મારાં સાથે આવશો ને?

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post