ઉપમા અલંકાર | Upama Alankar

ઉપમા અલંકાર
ઉપમા અલંકાર

→ કોઈ વસ્તુ કે પદાર્થને અન્ય વસ્તુ કે પદાર્થ સાથે સરખાવવામાં આવે ત્યારે અર્થાત તુલના કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.

→ જ્યારે ઉપમેયની (જેની સરખામણી કરવાની હોય તે) સરખામણી ઉપમાન (જ઼ેની સાથે સરખામણી કરવાની હોય તે); સાથે કરવામાં આવે છે ત્યારે "ઉપમા અલંકાર" બને છે.

→ ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખો ગુણ દર્શાવે છે.

ઉપમાવાચક શબ્દ
→ જેવો, જેવ, જેવી, જેવું, શો, શી, શું, શા, સમો, સમોવડું, સરખું,પેઠે, માફક , તુલ્યે, જેમ, સમાન , સરખો, સમી



ઉદાહણ



  1. પુરૂષો ની માફક હવે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવે છે.
  2. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.
  3. દીકરાઓ પાણી પેઠે પૈસા વાપરે છે.
  4. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
  5. મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
  6. સંતરાની છાલ જેવો તડકો વરસે છે.
  7. ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
  8. શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા.
  9. શિશુ સમાન ગણી સહદેવને
  10. પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.
  11. માણસો માખીઓની જેમ મરતા હતા.
  12. આપણે યંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.
  13. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  14. ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.
  15. કોઈ મત ગજેન્દ્રની માફક તે ડગ ભરતો


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post