દષ્ટાંત અલંકાર | Drashtant Alankar

દષ્ટાંત અલંકાર
દષ્ટાંત અલંકાર

→ જ્યારે એક વિધાનમાં સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે.

→ એક વસ્તુની બીજી વસ્તુ સાથે બિંબ-પ્રતિબિંબથી આબેહૂબ તુલના કરવામાં આવે છે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે.

→ એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે.



ઉદાહરણ



  1. વડ તેવા ટેટા ને બાપ જેવા બેટા.

  2. ઉદ્યમ તો સૌ આદરે પામે કર્મ પ્રમાણ,
    કર્મીને હીરા - મોતી જડે, અકર્મીને પહાણ.

  3. ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ,
    ભરતી એની ઑટ છે ને ઓટ પછી જુવાળ.

  4. મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે ,
    બળતો બળતો ધૂપ, સુવાસિત બધુ કરે.

  5. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુ માન,
    સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

  6. તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો,
    ખરા જળનો દરિયો ભરીયો, મીઠા જળનો લોટો.

  7. પીળા પર્ણો ફરી નથી થતા, કોઈ કાળે જ લીલાં
    ભાગ્યા હૈયા નથી થતાં કોઈ જ કાળે રસિલા.

  8. વિનાશ કાળે વિશ્વમાં ફરે ચાલમાં ફેર,
    બગડેલા ઘડિયાળમાં વાગે ત્રણનાં તેર.

  9. સમો સમો બળવાન , નહીં મનુષ્ય બળવાન,
    કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ્ય વહી બાણ.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post