વિરોધાભાસ અલંકાર| Virodhabhas Alankar

વિરોધાભાસ અલંકાર
વિરોધાભાસ અલંકાર

→ જ્યારે આપલું વિધાન દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ ઊંડાણ પૂર્વક વિચારતા તેમાં કોઈ ગહન સત્ય છુપાયેલું હોય ત્યારે ‘વિરોધાભાસ અલંકાર' બને છે.



ઉદાહરણ



  1. જુવાન ડોસલા સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું.

  2. જે પોષતું તે મારતું શું એ ક્રમ દીસે છે કુદરતી?

  3. હે સિંધુ ! તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે.

  4. તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં.

  5. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે;
    ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

  6. આખું વિશ્વ વિરાટ છતાં
    નાનકડાં હૈયાને લાગે એકલું

  7. મોખરે ધપે હસી હસીને જવાન ડોસલો !

  8. અમે અજાણ્યા ક્યાં લગ રેશું?
    કહો તમારા ઘરમાં?

  9. છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post