અતિશયોક્તિ અલંકાર | Atishayokti Alankar

અતિશયોક્તિ અલંકાર
અતિશયોક્તિ અલંકાર

→ જ્યારે ઉપમેય આખેઆખું ઉપમાન માં સમાઈ જાય અને બન્ને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે “અતિશયોક્તિ અલંકાર" બને છે.

→ જ્યારે વાસ્તવિકતાની હદ વટાવવામાં આવે, વધારે પડતી વાત કરવામાં આવે ત્યારે “અતિશયોક્તિ અલંકાર" બને છે.

→ ઉપમેય ન હોય અને ઉપમાન દ્વારા અતિશય બનાવવામાં આવે તો તેને “અતિશયોક્તિ અલંકાર" કહે છે.




ઉદાહરણ



  1. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.

  2. એક નાટક એટલું કરુણ કે થિયેટર આખું અશ્રુ સાગર બની ગયું.

  3. પતિના વિયોગમાં ઓશીકું રાતભર ૨ડયું.

  4. રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈ પથ્થર પણ રડી પડ્યાં.

  5. ભીમ ગદા ઉપાડી ત્યાં તો બધાં ભોંય ભેગા થઈ ગયા.

  6. વૈશાખ મહિનો હતો, સીમમાં આગ ઝરતી હતી.

  7. અમે ખોબો ભરીને એટલું હસ્યાં કે કૂવો ભરીને રોઈ પડ્યાં.

  8. આકાશ ધરા ત્યાં કપાવ્યા, ડોલ્યાં ચૌદ બ્રહ્માંડ

  9. મેં રોઈને ભર્યા છે એ રન મને ગમે છે.

  10. ઝાકળના બિંદુમાં જોયો, ગંગાનો જલરાશિ.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post