યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર

યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર
યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર

→ વાક્યમાં કે પંક્તિમાં એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે.

→ તથા બોલવામાં સમાન ઉચ્ચારણવાળા શબ્દો આવે ત્યારે શબ્દનુપ્રાસ કે યમક અલંકાર બને છે.

→ એકનો એક શબ્દ વાક્યમાં બે કે તેથી વધુ વખત આવે પણ તેનો અર્થ બદલાઇ જાય ત્યારે "યમક અલંકાર" બને છે.



શબ્દાનુપ્રાસ અલંકાર



  1. મોટે મોટે મોટે મેઁ તો મોતિડે વધાવ્યા રે.
  2. હળવે હળવે હળવે હરજી મારે મંદિરીયે પધાર્યા રે.
  3. પ્રેમની પ્રેમની પ્રેમની મને વાગી કટારી પ્રેમની.
  4. સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો.

શબ્દનુપ્રાસ કે યમક અલંકાર



  1. બોલ દમયંતી મન ગમયંતિ નળે પાડ્યો સાદ.
  2. ગાયક કે લાયક તું ફોગટ ફૂલાણો છે.

યમક અલંકાર



  1. જવાની તો જવાની.
  2. તપેલી તો તપેલી છે.
  3. જે મારે ઉર વસી તે દિવ્ય ઉર્વશી.
  4. નોકરી તો નો કરી જેવી છે.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post