પૂર્ણવિરામ (.) | Full Stop (.)

પૂર્ણવિરામ (.)
પૂર્ણવિરામ (.)

વાકયને અંતે પૂર્ણવિરામ મુકાય છે.

ઉદાહરણ :
→ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે.

ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.

ઉદાહરણ :
→ 1. નદી 2. પર્વત
→ ક. ગુજરાતી ખ. અંગ્રેજી

સંક્ષિપ્ત રૂપોમાં

ઉદાહરણ :
→ ચિ. (ચિરંજીવી)
→ લિ. (લિખિતંગ)
→ તા. ક. (તાજા કલમ)

જો કે પ્રચલિત બનેલા ટૂંકા રૂપો જેવા કે સેમી (સેન્ટિમીટર), ચોમી (ચોરસ મીટર), કિમી (કિલોમીટર) વગેરેમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.

પુસ્તકના શીર્ષક કે પ્રકરણમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.

ઉદાહરણ :
→ અશુદ્ધ : સત્યના પ્રયોગો.
→ શુદ્ધ : સત્યના પ્રયોગો


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post